નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચી લેવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રતિક્રિઆ આપનારા એક બ્રિટિશસાંસદને ભારતમાં પ્રવેશવા દેવાયા નહીં. સરકારના આ નિર્ણયનું હવે વિપક્ષે પણ સમર્થન કર્યું છે. રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આજે આ અંગે એક ટ્વીટ કરી. તેમણે કહ્યું કે ડેબ્બી અબ્રાહમનું ડિપોર્ટેશન જરૂરી હતું. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ દૂર થયા બાદ લેબર પાર્ટીના સાંસદ ડેબ્બી અબ્રાહમે કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે આ અંગે મોદી સરકારની ખુબ ટીકા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી કેન્દ્ર સરકારનું આ મુદ્દે સમર્થન કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારત દ્વારા ડેબ્બી અબ્રાહમનું ડિપોર્ટેશન જરૂરી હતું. કારણ કે તેઓ માત્ર એક સાંસદ નહીં પરંતુ એક પાકિસ્તાની પ્રતિનિધિ પણ છે. જેઓ પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ સાથે તેમના સંબંધો અંગે પણ જાણીતા છે. ભારતની સંપ્રભુતા પર હુમલો કરવાની કોશિશ કરતા દરેક તે પ્રયત્નને નિષ્ફળ બનાવવો જોઈએ. 


અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 દૂર કરવાના સરકારના નિર્ણયનો બ્રિટિશ સાંસદ ડેબ્બી અબ્રાહમે ખુબ વિરોધ કર્યો હતો. ડેબ્બીને કાયદેસર દસ્તાવેજો ન હોવાના કારણે દુબઈ ડિપોર્ટ કરી દેવાયા હતાં. તેઓ દુબઈથી જ ભારત આવ્યાં હતાં. લેબર પાર્ટીના સાંસદના કાયદેસર વિઝા નિવેદન પર ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે બ્રિટિશ સાંસદના ઈ વિઝા રદ કરી દેવાયા હતાં. 


જુઓ LIVE TV



આ લેબર સાંસદ કાશ્મીર પર સર્વપક્ષીય સંસદીય સમિતિ (APPG)ના અધ્યક્ષ છે. APPGમાં બ્રિટનના બંને સદનો હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સના સભ્યો સામેલ હોય છે. APPGનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં ત્યાંના લોકોની સાથે વાતચીત કરીને 'સ્વાયત્તતા'નું સમર્થન કરવાનું છે.